આયુર્વેદ એવી અકસીર સારવાર જ્યાં સાયન્સનો પનો ટૂંકો પડે છે
એલોપથી અને નેચરોપથીની સારવારના વધતા વ્યાપ વચ્ચે જંગલો અને પર્વતીય વિસ્તારોમાં વસતા આદિવાસીઓના ઔષધીય વનસ્પતિઓ વિશેના જ્ઞાનથી બહારની દુનિયા અજાણ છે. જો આદિવાસીઓના આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વને વિવિધ રોગો માટે નવી દવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. ગુજરાત રાજ્યનાં જંગલોમાં ઉપલબ્ધ કુલ ૪ હજાર પ્રકારની વનસ્પતિઓમાંથી ૧૩૧૫ ઔષધીય વનસ્પતિઓ છે. જેમાંથી ૭૪ ટકા વનસ્પતિની જાણકારી આદિવાસીઓ ધરાવે છે. જેમાંથી ગુજરાતની આયુર્વેદિક ઔષધી બનાવતી કંપનીઓ માત્ર ૨૪૦ વનસ્પતિઓનો જ ઉપયોગ કરે છે.
ગુજરાતની...