
છોટાઉદેપુર નો ઇતિહાસ
મધ્ય ગુજરાતના આદિવાસીક્ષેત્રે વડોદરા જિલ્લાની પૂર્વ પટ્ટીનું ઐતિહાસિક નગર અને લોકની રાજધાની એટલે મધ્યપ્રદેશની સરહદે વસેલો હાલનો છોટાઉદેપુર તાલુકો અને નગર અંદાજે ૫૫૦ વર્ષનો લેખીત દસ્તાવેજી ઇતિહાસ ધરાવતા છોટાઉદેપુર નગરની સ્થાપનાનું કારણ પાવાગઢનું પતન છે. વર્તમાનમાં ડોલોમાઇટ પથ્થરના આધારે ટકેલા અને ઓરસંગના પશ્ચિમ કિનારે વસેલા છોટાઉદેપુરની સ્થાપનાનો ઇતિહાસ ચાંપાનેર(પાવાગઢ)ના છેલ્લા રાજા જયસિંહ(પતઇ રાજા) ના રાજ્ય શાસનના અંત સાથે સંકળાયેલ છે.
ચાંપાનેરમાં (૧૪૫૧ થી ૧૪૮૫) રાજા...