This is default featured post 1 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured post 2 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured post 3 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured post 4 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
This is default featured post 5 title
Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.
Thursday, 16 January 2020
Wednesday, 21 February 2018
TET 1 2018 ની પરીક્ષા ની તારીખ જાહેર
શિક્ષક અભિયોગ્યતા કસોટી TET-1 2018.
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર TET-1 2018 ની પરીક્ષા ની તારીખ જાહેર કરવામાં આવી છે.
પરીક્ષા ની તારીખ :- 04/03/2018 છે.
જેનુ પરીપત્ર જોવા માટે નીચે આપેલ લીન્ક પર click કરો .
પરીપત્ર જોવા માટે અહીં click કરો.
પરીપત્ર જોવા માટે આપ deo surat ની વેબસાઈટ પણ જોઈ શકો છો .
પરીક્ષા:- TET-1
પરીક્ષા તારીખ :- 04/03/2018 રવિવાર
પરીક્ષા નો સમય :- 11:00AM થી 12:30 PM
કોલ લેટર તા . 23/02/2018 થી ડાઉનલોડ થશે.
કોલ લેટર માટે નીચે ની લીન્ક પર કલીક કરો.
કોલ લેટર માટે અહીં click કરો
Tuesday, 20 February 2018
GPSC ભરતી કેલેન્ડરમાં ફેરફાર 2018
*🔥GPSC ભરતી કેલેન્ડરમાં ફેરફાર 2018(Update-19/02/2018)*
*♦નવું ભરતી કેલેન્ડર માટે નીચેની લીનક પર ક્લિક કરો*
*♦નવું ભરતી કેલેન્ડર માટે નીચેની લીનક પર ક્લિક કરો*
Monday, 4 September 2017
વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ
જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માં વિદ્યાસહાયક ભરતી વર્ષ 2017-18
જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માં ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માં વિદ્યાસહાયકો ની જિલ્લા શિક્ષણ સમિતિદ્વારા મળેલ માંગણી પત્રક મુજબ 1300 જગ્યાઓ ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીઓ ફક્ત ઓન લાઈન કરવાની રહેશે (ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં નહિ આવે)
અરજી કરવા માટે ની અગત્ય ની તારીખો :
તા. 04-09-2017 થી તા. 14-9-2017 સુધી અરજી કરી શકાશે,
કુલ જગ્યાઓ : 1300
સામાન્ય : 733
અનુ. જાતિ : 113
અનુ. જન જાતિ : 60
સા. શૈ. પછાત વર્ગ : 394
કુલ પૈકી શારીરિક અશક્ત માટે : 43
ભરવા પાત્ર જગ્યાઓ ની વિગત તેમજ શૈક્ષણિક લાયકાત ,પગારધોરણ, વય મર્યાદા છૂટછાટ, તેમજ સામાન્ય સૂચનો અને અન્ય વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
મુલાકાત બદલ આભાર
કમલેશ રાઠવા
Tuesday, 25 July 2017
Friday, 10 March 2017
વિસરાઇ ગયેલા બાળગીતો
વિસરાઇ ગયેલા બાળગીતો :
~~~~~~~~~~~~~~~~
મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-
અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-
હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————-
એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો
મિત્રોમાં શેર કરીને તેમને પણ બાળપણ યાદ અપાવો!
RK
Monday, 27 February 2017
Capital of all state in India
(1)मध्यप्रदेश 🇮🇳 भोपाल
(2) राजस्थान 🇮🇳 जयपुर
(3)महाराष्ट्र 🇮🇳 मुंबई
(4) उत्तर प्रदेश 🇮🇳 लखनऊ
(5)आंध्र प्रदेश 🇮🇳 हैदराबाद
(6)जम्मू कश्मीर🇮🇳श्रीनगर ,जम्मू
(7)गुजरात 🇮🇳 गांधीनगर
(8)कर्नाटक 🇮🇳 बेंगलूरु
(9) बिहार 🇮🇳 पटना
(10)उड़ीसा 🇮🇳 भुवनेश्वर
(11) तमिलनाडु 🇮🇳 चेन्नई
(12) पश्चिम बंगाल 🇮🇳 कोलकाता
(13)अरुणाचल प्रदेश 🇮🇳 ईटानगर
(14)असम 🇮🇳 दिसपुर
(15) हिमाचल प्रदेश 🇮🇳 शिमला
(16)पंजाब 🇮🇳 चंडीगढ़
(17) हरियाणा 🇮🇳 चंडीगढ़
(18) केरल 🇮🇳 तिरुवनंतपुरम
(19) मेघालय 🇮🇳 शिलांग
(20) मणिपुर 🇮🇳 इंफाल
(21) मिजोरम 🇮🇳 आईजोल
(22) नागालैंड 🇮🇳 कोहिमा
(23)त्रिपुरा 🇮🇳 अगरतला
(24)सिक्किम 🇮🇳 गंगटोक
(25)गोवा 🇮🇳 पणजी
(26)छत्तीसगढ़ 🇮🇳 रायपुर
(27) उत्तराखंड 🇮🇳 देहरादून
(28) झारखंड 🇮🇳 रांची
Saturday, 25 February 2017
List of Bhanguriya[fair]... Chhota udeipur District - (છો..ઉદેપુર)-તાલુકા..ના..ભુગુરીયા
.હોળી ---(12/3/2017)
(છો..ઉદેપુર)-તાલુકા..ના..ભુગુરીયા
(1)..સોમવાર...(06/03/2017 ) ..કવાંટમાં
(2)..મંગળવાર.(07/03/2017)..વખતગઢ
(3)..બુધવાર ... (08/03/2017)..રંગપુર.
(4)..ગુરુવાર.. (09/03/2017)..દેવહાટ
(5)..શુક્રવાર. . (10/03/2017)..ઝોઝ
(6)..શનિવાર. (11/03/2017)..છો..xઉદેપુર
(7)..રવિવાર. (12/03/2017)..છકતલા
(8)..સોમવાર (13/03/2017).સૈડિવાસણ
(9)..મંગળવાર (14/03/2017).નવાલજા(પાણીબાર)-(રુમડિયા)-(ચીલીયાવાંટ-)
(10)..બુધવાર (15/03/2017)ગેર(કવાંટમાં )
(11) (16/03/2017)( નાખલ)
(12)..(17/03/2017) પોઇચા-જેતપુરમાં
Wednesday, 22 February 2017
List of New RTO number (Gujarat)
: R.T.O નવા યાદી
જીજે-1 અમદાવાદ
જીજે-2 મહેસાણા
જીજે-3 રાજકોટ
જીજે-4 ભાવનગર
જીજે-5 સુરત શહેર
જીજે-6 વડોદરા શહેર
જીજે-7 ખેડા
જીજે-8 બનાસકાંઠા
જીજે-9 સાબરકાંઠા
જીજે -10 જામનગર
જીજે-11 જૂનાગઢ
જીજે-12 કચ્છ
જીજે-13 સુરેન્દ્રનગર
જીજે -14 અમરેલી
જીજે -15 વલસાડ
જીજે -16 ભરૂચ
જીજે -17 પંચમહાલ
જીજે -18 ગાંધીનગર
જીજે -19 બારડોલી
જીજે -20 દાહોદ
જીજે -21 નવસારી
જીજે -22 નર્મદા
જીજે -23 આનંદ
જીજે -24 પાટણ
જીજે -25 પોરબંદર
જીજે-26 વ્યારા
જીજે -27 અમદાવાદ પૂર્વ (Vastral)
જીજે -28 સુરત ગ્રામ્ય
જીજે-29 વડોદરા ગ્રામ્ય
જીજે -30 ડાંગ
જીજે-31 ગાંધીધામ
જીજે-32 બોટાદ
જીજે-33 મોડાસા (arrvali)
જીજે-34 દ્વારકા
જીજે-35 મહિસાગર
જીજે-36 મોરબી
જીજે -37 છોટા ઉદયપુર
જીજે-38 ગીર સોમનાથનું
Monday, 5 December 2016
BIN SACHIVALAY CLERK & OFFICE ASSISTANT RESULT DECLERED
Gujarat Gaun Seva Pasandgi mandal published list of Qualified candidate for the proficiency test (Part-2) for the post of BIN SACHIVALAY CLERK & OFFICE ASSISTANT
RESULT (PART-1) :- Click Here
INSTRUCTION :- Click here
Wednesday, 2 November 2016
Historical Plce Chotaudepur
છોટાઉદેપુર નો ઇતિહાસ
મધ્ય ગુજરાતના આદિવાસીક્ષેત્રે વડોદરા જિલ્લાની પૂર્વ પટ્ટીનું ઐતિહાસિક નગર અને લોકની રાજધાની એટલે મધ્યપ્રદેશની સરહદે વસેલો હાલનો છોટાઉદેપુર તાલુકો અને નગર અંદાજે ૫૫૦ વર્ષનો લેખીત દસ્તાવેજી ઇતિહાસ ધરાવતા છોટાઉદેપુર નગરની સ્થાપનાનું કારણ પાવાગઢનું પતન છે. વર્તમાનમાં ડોલોમાઇટ પથ્થરના આધારે ટકેલા અને ઓરસંગના પશ્ચિમ કિનારે વસેલા છોટાઉદેપુરની સ્થાપનાનો ઇતિહાસ ચાંપાનેર(પાવાગઢ)ના છેલ્લા રાજા જયસિંહ(પતઇ રાજા) ના રાજ્ય શાસનના અંત સાથે સંકળાયેલ છે.
ચાંપાનેરમાં (૧૪૫૧ થી ૧૪૮૫) રાજા જયસિંહનું શાસન હતું. મુસ્લીમ બાદશાહ મહંમદ બેગડાએ રાજા જયસિંહના સાળાને વિશ્વાસમાં લઇ ચાંપાનેર પર હુમલો કર્યો મહંમદ બેગડાએ રાજા જયસિંહના સમગ્ર પરિવારની કતલ કરી પરંતુ રાજા જયસિંહની એક રાણી તેના વફાદાર નોકરને કારણે મહંમદ બેગડાના ખુની ખંજરનો ભોગ બનતા બચી ગઇ. રાણીનો આ વફાદાર નોકર રાણીને લઇ ગુપ્ત માર્ગે નાસી છુટ્યો. આ વખતે રાણી સગર્ભા હતી.
ચાંપાનેરથી ભાગેલી રાણી અને તેનો નોકર ભટકતા આદિવાસી વિસ્તારમાં જઇ પહોચ્યા. જાંબુઘોડા, પાવીજેતપુર, તેજગઢ પાર કરી તેઓ કડીપાણી અને કવાંટ પુર્વ પટ્ટીના વચ્ચેના મોહન નામના સ્થળે પહોંચ્યા. અહીં રાણીને પાણીની તરસ લાગી. મોહન નામના સ્થળે ત્યારે આદિવાસી રાજાનું શાસન હતું. રાણી અને તેનો નોકર આદિવાસી રાજાને ત્યાં પાણી પીવા ગયા. રખડતી ભટકતી રાણી સામાન્ય ગરીબ મહિલા જેવી લાગતી હતી. પરંતુ આદિવાસી રાજાને આ મહિલા કોઇ રાજઘરાનાની હોય તેવુ લાગ્યુ તેણે પુછપરછ કરી રાણીએ તેની વિતક કથા કહી. રાજાને કોઇ બહેન ન હતી તેથી આદિવાસી રાજાએ રાણીને બહેન બનાવી પોતાના ત્યાં આશરો આપ્યો.
ગર્ભકાળ પૂર્ણ થતાં રાણીએ જોડીયા પુત્રને જન્મ આપ્યો. જેમાંના એકનું વિરસિંહ અને બીજાનું નામ અભયસિંહ રાણીએ રાખ્યું. બંન્ને રાજકુમાર મોટા થયા એકવાર અભયસિંહ જંગલમાં શિકાર કરવા નીકળ્યો ગણી કોશીષ કરવા છતાં શિકાર ન મળ્યો થાકેલો અભયસિંહ ઓરસંગ કિનારે આવ્યો. નદીમાંથી પાણી પી અભયસિંહ ત્યાં જંગલમાં એક વૃક્ષ નીચે આરામ કરવા લાંબો થયો અને તેને નિંદ્રાઆવી ગઇ. ત્યારે અભયસિંહને સ્વપ્ન આવ્યું ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને કહ્યું કે મને બહાર કાઢ અભયસિંહની નિંદ્રા તુટી તેણે ત્યાં તે જમીન ખોદાવી અને ત્યાંથી શિવલીંગ મળી આવ્યું. આ શિવલીંગની ત્યાં સ્થાપના કરી નાનું મંદિર અભયસિંહે ત્યાં બનાવ્યું તે મંદિર એટલે ઓરસંગ નદીના પુર્વ કિનારે આવેલુ જાગનાથ મંદિર. અભયસિંહે ઓરસંગના પૂર્વ કિનારે ગામ વસાવ્યું તેનું નામ ઉદયપુર રાખ્યું. ગામ વસાવ્યાના થોડા વર્ષમાં જ ગામમાં કોલેરા અને પ્લેગ જેવી બિમારી ફેલાઇ પરિણામે રાજા અભયસિંહ નદીના પશ્ચિમ કિનારે ગામ વસાવ્યું જે છોટાઉદેપુર કહેવાયું. ચાંપાનેરના રાજા જયસિંહના વારસ એવા અભયસિંહના વંશના છેલ્લા રાજા એટલે રાજવીશ્રી વિરેન્દ્રસિંહજી ચૌહાણ હતા. જેમણે ૧૯૪૬ થી ૧૯૪૮ દરમિયાન છોટાઉદેપુર સ્ટેટની ગાદી પર શાસન કર્યું. ૧૯૪૮માં દેશ આઝાદ થયા પછી છોટાઉદેપુર સ્ટેટ સ્વતંત્ર ભારતમાં વિલીન થયું.
Kamlesh Rathva
Source : facebook
Friday, 14 October 2016
આયુર્વેદ એવી અકસીર સારવાર જ્યાં સાયન્સનો પનો ટૂંકો પડે છે
આયુર્વેદ એવી અકસીર સારવાર જ્યાં સાયન્સનો પનો ટૂંકો પડે છે
એલોપથી અને નેચરોપથીની સારવારના વધતા વ્યાપ વચ્ચે જંગલો અને પર્વતીય વિસ્તારોમાં વસતા આદિવાસીઓના ઔષધીય વનસ્પતિઓ વિશેના જ્ઞાનથી બહારની દુનિયા અજાણ છે. જો આદિવાસીઓના આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વને વિવિધ રોગો માટે નવી દવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. ગુજરાત રાજ્યનાં જંગલોમાં ઉપલબ્ધ કુલ ૪ હજાર પ્રકારની વનસ્પતિઓમાંથી ૧૩૧૫ ઔષધીય વનસ્પતિઓ છે. જેમાંથી ૭૪ ટકા વનસ્પતિની જાણકારી આદિવાસીઓ ધરાવે છે. જેમાંથી ગુજરાતની આયુર્વેદિક ઔષધી બનાવતી કંપનીઓ માત્ર ૨૪૦ વનસ્પતિઓનો જ ઉપયોગ કરે છે.
ગુજરાતની કુલ વસતીના ૧૫ ટકા વસતી આદિવાસીઓની છે અને પૂર્વપટ્ટીમાં બનાસકાંઠાથી ડાંગ સુધી અને ધરમપુર-કપરાડા સુધીનાં જંગલો, પર્વતોમાં આદિવાસીઓનો વિશાળ સમુદાય વસે છે. જંગલી વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ અનેક રોગોના ઉપચારમાં અકસીર બની રહે છે ત્યારે આદિવાસીઓનું આવી વનસ્પતિ વૈવિધ્ય અંગેનું જ્ઞાન પણ ઉપચારક બની રહે છે. અહીં કેટલાક દાખલા મોજૂદ છે.
ભગતની બીડી કેન્સર મટાડે છે!
ડાંગના જંગલમાં થતા કોવિન્દ્રા નામના ઝાડનાં પાન કેન્સરના જીવાણુઓનો નાશ કરવા માટે સક્ષમ છે. કોવિન્દ્રાના ઝાડનાં પાનમાં વાંસ અને મટરુ નામના કંદનો ભુક્કો ભરીને બીડી બનાવાય છે. તમાકુમાંથી બનતી સિગારેટ કેન્સરને નોતરે છે તો આ બીડી કેન્સરને ભગાડે છે. આહવામાં વનૌષધિ અંગેના જ્ઞાનથી અનેક દર્દોની સફળ સારવાર કરતાં સયજુ ભગત કહે છે, “આ બીડી પીવાથી તેનાં તત્ત્વો ધુમાડા રૃપે શરીરમાં જાય છે જે કેન્સરની ગાંઠો દૂર કરે છે અને શરીરમાં ફેલાયેલા કેન્સરના જીવાણુઓનો નાશ કરે છે. ગાડ નામની વનસ્પતિનાં બીજના પાઉડરને અન્ય જંગલી વનસ્પતિઓ સાથે લસોટીને લેપ બનાવવામાં આવે છે, જે કેન્સરની ગાંઠ માટે અકસીર કામ આપે છે. પહેલા-બીજા સ્ટેજના કેન્સરના દર્દીને અમે ૮-૯ મહિનાની સારવારમાં જ સાજા કરી દઈએ છીએ. જોકે આખરી તબક્કાના કેન્સરના દર્દીમાં અમારી સારવાર કારગત નીવડતી નથી.”
સયજુ ભગત પાસે રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. તેમની દવાઓ અહીંથી લોકો વિદેશમાં વસતાં તેમનાં સગાંને પણ મોકલે છે. સયજુ ભગતના પિતા જાનુદાદા ડાંગ જિલ્લાના આદરપાત્ર ઉપચારક હતા. તેમને જ્ઞાનસાગર અને જ્ઞાનકુંડ જેવાં સન્માનોથી પણ નવાજાયા છે. દોઢ વર્ષ પહેલાં ૯૦ વર્ષની ઉંમરે જાનુદાદાનો સ્વર્ગવાસ થયો.
જાનુદાદાની સૌથી વધુ પકડ નિસંતાન દંપતીઓની સફળ સારવારમાં હતી. હજારો નિસંતાનોને સફળ સારવારથી સંતાનપ્રાપ્તિ થઈ છે. લગ્નના એક દાયકા બાદ જાનુદાદાની સારવારના પરિણામે એક આઈએએસ દંપતીને ઘેર પારણું બંધાયું હતું અને તેમણે જાનુદાદાને આહવામાં જગ્યા આપી હતી જ્યાં અત્યારે સયજુ ભગત દર્દીઓનો ઉપચાર કરી રહ્યા છે. સયજુ ભગત ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, પેટની સમસ્યા અને વંધ્યત્વથી લઈને કેન્સર સુધીની સફળ સારવાર કરે છે.
લકવાની સારવારમાં માસ્ટર ગંગારામ
વઘઈ તાલુકાના શિવારીમાળના ૪૩ વર્ષના ગંગારામ ભોયે પેઢી દર પેઢી જંગલી વનસ્પતિઓથી વિવિધ દર્દોની સારવાર કરે છે. સાપુતારાના માર્ગે વઘઈથી ૩૦ કિલોમીટર દૂર આવેલા શિવારીમાળ ગામે તેઓ પોતાના ઘરે જ દર્દીઓનો ઉપચાર કરે છે. મંગુભાઈની હથોટી સંધિવા, પૅરાલિસિસ, લકવા, ગેસ, મસા જેવાં દર્દોમાં છે. આ માટે રગતરોહડા, અને અર્જુન વૃક્ષની છાલ તેમજ માલકાંગણીનાં બીજ સહિત ૧૨ જેટલી ઔષધીઓનું મિશ્રણ કરીને તેની ગોળી બનાવવામાં આવે છે. ડાંંગમાં નાનપણથી જ પિતાની આંગળી પકડીને બાળક જંગલમાં જડીબુટ્ટી શોધવા જાય છે અને એ રીતે એક્સપર્ટ થઈ જાય છે. મંગુભાઈ કહે છે, “અમે ઘરે શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસ સારવાર આપીએ છીએ. દર્દીને જરૃર પડે તો માલિશ, સ્ટીમબાથ પણ આપીએ છીએ. અમે દર્દીને ૧૫ દિવસની દવા આપીએ તો તેની ૫૦ રૂપિયા ફી લઈએ છીએ.” મહારાષ્ટ્ર બોર્ડર ૨૦ કિલોમીટર દૂર હોવાથી ગંગારામ પાસે વધુ દર્દી મહારાષ્ટ્રના આવે છે.
મહિન્દ્રા કંપનીના નાસિક ખાતેના એક અધિકારી સુભાષ હેગડેની દીકરીને નાનપણથી પૅરાલિસિસ થયો હતો. સુભાષભાઈએ મોટા દવાખાને દીકરીની સારવાર પાછળ ૧૦ લાખ જેટલો ખર્ચ કર્યો હતો. પણ કોઈ પરિણામ મળતું નહોતું. પાંચ વર્ષ પહેલાં ૧૨ વર્ષની દીકરીને લઈને સુભાષભાઈ શિવારીમાળ ગામે ગંગારામ ભગત પાસે સારવાર માટે આવ્યા. અહીં માત્ર ૩ મહિનાની સારવારમાં એ દીકરીનો ૯૦ ટકા પૅરાલિસિસ મટી ગયોે. નાસિકનો જ એક કિશોર અપંગ હતો તેને ગંગારામે સારવાર કરીને ચાલતો કર્યો છે. આવા તો ઘણા કિસ્સા છે. લકવામાં ભૂતઝાડ નામની જંગલી ઔષધી વધુ કામ આપે છે. આ ઔષધીને ઉકાળીને પિવડાવવામાં આવે છે. ગંગારામ પાસે અઠવાડિયે ૪-૫ લકવાના દર્દી સારવાર લેવા આવે છે. ગંગારામને વનવિભાગે વનૌષધિ ઉગાડવા માટે પાંચ હેક્ટર જમીન આપી હતી. જેમાં તેમને પોતાને જ ઉપયોગમાં આવતી તમામ ઔષધીના ૧૦૦૦ રોપા વાવ્યા છે.
મા અનંતાનંદની દેવ વ્યાપાશ્રય ચિકિત્સા
દેવ વ્યાપાશ્રય ચિકિત્સા આયુર્વેદની એક ઉત્તમ ચિકિત્સા પદ્ધતિ છે. અમદાવાદ નજીક વહેલાલના મા અનંતાનંદ આશ્રમનાં મા અનંતાનંદજીએ આ ચિકિત્સાથી અસાધ્ય બીમારીઓના હજારો દર્દીઓને સાજા કર્યા છે. મંત્રશક્તિ ઉપર વિશેષ ભાર મૂકતી આ ચિકિત્સા પદ્ધતિનું શિક્ષણ મા અનંતાનંદજીએ ગુરુ પાસેથી પરંપરાગત રીતે મેળવેલું છે.
દેવ વ્યાપાશ્રય ચિકિત્સામાં મંત્ર, યજ્ઞ, હોમ, મણિ, ઔષધ ઉતારણ, અમૃતકર્મ મહત્તમ ભાગ ભજવે છે. અહીં મંત્રોચ્ચાર વચ્ચે ઔષધ તૈયાર કરીને પારાના બનાવેલા પારદેશ્વર પર તેનો અભિષેક કરવામાં આવે છે. આ અભિષેક કરાયેલી ઔષધી જ દવા તરીકે વપરાય છે. વહેલાલના આશ્રમની ૩૫ એકરની જમીનમાં માત્ર ઔષધીઓ જ ઉગાડવામાં આવે છે અને સંસ્થાની નર્મદા કાંઠે ૧૦૦ એકરમાં ઔષધિઓ ઉગાડવાનું આયોજન છે ગીરની ગાયો રાખીને તેનું જ ઘી, દૂધ અને ગૌમૂત્ર દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
કેન્સરના ૩૪ હજાર જેટલા દર્દી સાજા કર્યા
આશ્રમમાં સ્વૈચ્છિક સેવા આપતા તપનભાઈ સારવારનાં પરિણામો અંગે વાત કરતા કહે છે, “કેન્સરમાં જે લક્ષણો માટે કેમોથેરાપી આપવામાં આવે છે તે જ લક્ષણો માટે અમે આયુર્વેદિક પંચકર્મ સારવાર કરીએ છીએ અને પરિણામો બંનેમાં લગભગ સરખાં મળે છે. ફરક એટલો કે કેમોથેરાપીમાં જે આડઅસરો થાય છે તે અહીં થતી નથી. ઊલટાની ભૂખ લાગવાથી શક્તિ આવે છે અને દર્દીના ચહેરા ઉપર તેજ વધે છે. જટિલ રોગમાં માતાજીની સારવાર ઉત્તમ પરિણામ આપે છે. અત્યાર સુધીમાં પહેલા સ્ટેજથી લઈને છેલ્લા સ્ટેજના કેન્સરના ૩૩ હજાર જેટલા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. કિડની ફેલ્યોરના ૨૫૦૦ જેટલા દર્દીઓ સાજા કર્યા છે. કેટલાયના હાર્ટ કોરોનરી બ્લોક દૂર કરી આપ્યા છે. ૬૦ ટકા જેટલા દર્દીઓને મફત તથા અન્ય દર્દીઓને ૫૦ ટકાના રાહતદરે દવા આપવામાં આવે છે.
શુક્ર-શનિ વારે દૂરદૂરથી, અન્ય રાજ્યોમાંથી સારવાર લેવા આવતા દર્દીઓને મફત ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મંત્ર અમારી શક્તિ છે. જેનાથી અમે ખૂબ સારી સારવાર આપી શકીએ છીએ. અમે દવા-દુઆ- ટેક ત્રણેયને સારવારમાં જોડ્યાં છે.” “મૃત્યુ ઉપર કોઈનો અધિકાર નથી, પરંતુ અમારે ત્યાં આવતા કેન્સરના દર્દી ગમે તેટલી ગંભીર સ્થિતિમાં હોય તો પણ તે આવે ત્યારે જે હાલત હોય તેથી ખરાબ તો થતા જ નથી. અમે દર્દીઓનો અભ્યાસ કરીને દર વર્ષે રિપોર્ટ બહાર પાડીએ છીએ. રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દર વર્ષે પાંચ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે તાલીમ માટે આશ્રમમાં મોકલે છે. કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ પણ તાલીમ માટે આવે છે.”
આ સંસ્થા ૧૯૭૮થી કામ કરી રહી છે. અહીં ભારત ઉપરાંત પરદેશથી વર્ષે ૧૦,૦૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવેે છે. આ કોઈ પણ આડઅસર વગરની સારવાર છે અને તેમાં એલોપથી સારવારથી દસમા ભાગનો ખર્ચ થાય છે. આશ્રમમાં બધી ઔષધી ભગવાનને અર્પણ કરીને પછી દર્દીને અપાય છે. અહીંનો માહોલ દવાખાના જેવો ઓછો અને મંદિર જેવો વધુ લાગે છે. એટલે જ અહીં દવાખાનાને દર્દી નારાયણ સેવા મંદિર નામ અપાયું છે. આશ્રમમાં ફિઝિયોથેરાપી અને પેથોલોજીનાં ડિપાર્ટમેન્ટ છે તથા બે મોટાં પંચકર્મનાં થિયેટર પણ છે.
કેન્સરના કયા સ્ટેજના દર્દીઓને તમે સાજા કર્યા છે? તેવા પ્રશ્નના જવાબમાં મા અનંતાનંદજી કહે છે, “મોટેભાગે કેમોથેરાપી સહિતની બધી સારવાર પૂરી થઈ જાય, એલોપથી ડૉક્ટર હાથ ઊંચા કરી લે તે પછી દર્દી અમારી પાસે આવે છે. કેન્સરનું નિદાન થાય અને તરત અમારી પાસે આવે એવા દર્દીઓની સંખ્યા ૧૦ ટકા માંડ હશે. અમે સાજા કરેલા દર્દીઓમાં ૬૦ ટકા દર્દીઓ સ્ટેજ ૩, સ્ટેજ ૪ના હોય છે. ભગવતકૃપાથી અહી જટિલ, રિજેક્ટેડ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.”
મા અનંતાનંદ કહે છે “૧૯૭૮નો ચેતાતંતુના કેન્સર(મલ્ટિપલ માયલૉમા)નો કેસ હજુ હયાત છે. નિવૃત્ત સરકારી અધિકારી પ્રવીણ નટવરભાઈ પટેલને ગળાનું કેન્સર (પોસ્ટ ફેરેન્જિયલ વોર્મ) થયું હતું. બધી સારવારથી થાકી ૨૦૦૩માં તેઓ પાલડીમાં મા અનંતાનંદ આશ્રમમાં સારવાર લેવા આવ્યા. માત્ર બે વર્ષમાં પ્રવીણભાઈનું કેન્સર મટી ગયું.” પ્રવીણભાઈ કહે છે, “૨૦૦૩માં બતાવવા આવ્યો ત્યારે માએ કહ્યું હતું કે તમે ભૂલી જ જશો કે તમને કેન્સર હતું. માતાજીનું આ વચન અક્ષરશઃ સાચુ ઠર્યું છે.”
૧૨૫૧ કિલો પારામાંથી શિવલિંગ
ગત વર્ષે વહેલાલમાં આવેલા અનંતાનંદ આશ્રમમાં આયુર્વેદ સંશોધન કરી રહેલા તજજ્ઞોએ પૌરાણિક વિદ્યાનો પ્રયોગ કરી ૧૨૫૧ કિલો પારામાંથી શિવલિંગ બનાવ્યું હતુંં. આઠ વર્ષની મહેનતના અંતે આ સફળતા મળી હતી. પૌરાણિક શાસ્ત્રોમાં આપેલા જ્ઞાનના આધારે દેશમાં પ્રથમ વાર પારામાંથી આટલુ મોટું શિવલિંગ બનાવવાના પ્રયોગને સફળતા મળી હતી. આશ્રમમાં દિવ્યજ્યોત આયુર્વેદિક રિસર્ચ પ્રતિષ્ઠાનમાં પારાને સ્થિર કરવા દિવ્ય વનસ્પતિઓના રસ અને સિદ્ધ કરેલા મંત્રોનો ઉપયોગ કરાયો હતો. વર્ષો પહેલાં ગીરનારમાં રહેતા ગીરનારી બાબા સિદ્ધ રસશાસ્ત્રના જ્ઞાની હતા. તેઓ પોતાની આ વિદ્યા કોઈને પણ આપતા નહોતા અને ગીરનારની ગુફાઓમાં બેસી તેઓ ગરીબ લોકોને ચમત્કારિક ઔષધી આપતા હતા. દેહાંત પહેલાં ગીરનારી બાબાએ મા અનંતાનંદ તીર્થ માતાજીને આ વિદ્યા આપી હતી. એ વિદ્યા અને વર્ષોની સાધનાને પરિણામે પારાને બાંધવાનું કઠિન કાર્ય સિદ્ધ થયું હતું. પારાનું શિવલિંગ બનાવવા કુલ ૬૫ જેટલા ખરલમાં એક સાથે આ પ્રક્રિયા ચાલતી હતી.
પારાને બાંધવા માટે લીંબુ, બીજોરાં, ચિત્રક, સૂંઠ, મરી, પીપર, સીંધાલૂણ, રાઇ, મૂળા, આદું, કમલપત્ર, કાંજી, હળદર, ઉન્ની ભસ્મ, કડવી તંબુડી, ઘેટીનું દૂધ, ઇન્દ્રાયણનાં મૂળ, અંકોલી, હરડે, બહેડાં, આમળાં, અરીઠા, કુંવારપાઠા, ભાંગરો, બીલી, લજામણી, સરગવો, ચમેલીનાં પાંદડાં, થોરનું દૂધ, ધતૂરાનો રસ, સર્પાક્ષી, આમલી, વાંજરની કંકોટી, કરેલ, ચણોઠી, વછનાગ અને લાણો સહિતનાં ભારતભરનાં દિવ્ય ઔષધોનો સમાવેશ થયો હતો. વેદના એક શ્લોક અનુસાર સ્વયંભૂ શિવલિંગના પૂજન કરતાં કરોડ ગણું ફળ પારદ લિંગના પૂજનથી મળે છે. અનંતધામ વહેલાલ ખાતે આયુર્વેદથી સારવાર આપતી કેન્સર હોસ્પિટલમાં આ શિવલિંગ પર કરાતા અભિષેકના દૂધ અને ઉપજોનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મા અનંતાનંદના કહેવા મુજબ “પારો એક શ્રેષ્ઠ ઔષધ છે, તેના પર કરાતા અભિષેકનું દૂધ અને જળ શ્રેષ્ઠ ઔષધ બની જાય છે, જેનો દવા તરીકે ઉપયોગ થાય છે. બ્રહ્યાજીનું વચન છે કે આ જગતનાં તમામ દર્દોની સારવાર આપવામાં આવી છે. તમામ પ્રકારનાં જટિલ દર્દોની અમે સારવાર કરી રહ્યા છીએ. ભારતીય પરંપરા અનુસાર આહારવિહાર અપનાવાય તો પણ રોગ ચોક્કસ દૂર રહે છે. તંદુરસ્ત રહેવા માટે આધ્યાત્મિક જીવન હોવું જોઈએ, મન તણાવરહિત હોવું જોઈએ, કારણ કે મોટાભાગની બીમારીઓ માનસિક તણાવથી જન્મે છે.”
રેડિઓલૉજિસ્ટ ફૂલોના પ્રેમમાં પડ્યા!
સામાન્ય રીતે પરંપરાગત સારવાર પદ્ધતિમાં એલોપથી નહીં ભણેલા લોકો જોડાયેલા હોય છે, પરંતુ ફૂલોની ઊર્જાના ઉપયોગથી જીવલેણ બીમારી દૂર કરતા મુંબઈના ડૉ. અતુલ શાહ મુલતઃ એમ.ડી. રેડિઓલૉજિસ્ટ છે. તેઓ બોમ્બે યુનિવર્સિટીમાં ભારતના સૌથી યુવાન આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા અને અમેરિકાની હોસ્પિટલોમાં એમઆરઆઈ (મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ)ની તાલીમ આપી ચૂક્યા છે.
ડૉ. અતુલ શાહ કહે છે, “હું ન્યૂયોર્કમાં કેન્સરની હોસ્પિટલમાં કામ કરતો ત્યારે કંઈક જુદું કરવાના વિચારથી મુંબઈ પરત આવી ગયો અને બોરીવલીમાં મુળ એલોપથીના પણ ફૂલોની ઊર્જાથી દર્દીઓની સારવાર કરતાં ડૉ. રૃપાને મળ્યો અને જીવનની દિશા બદલાઈ ગઈ. ડૉ. રૃપા સાથે લગ્નગ્રંથિથી જોડાઈને રેડિઓલોજીની પ્રેક્ટિસ બંધ કરીને તેમની સાથે જ ફુલટાઇમ ફૂલોના ઉપચાર અને સંશોધનમાં લાગી ગયો. ઈંગ્લિશ ફૂલોના ઉપયોગથી ડૉ. એડવર્ડ બાક દવા બનાવી શકતા હોય તો આપણે ત્યાં ભારતીય ફૂલોમાંથી દવાઓ કેમ ન બનાવી શકાય? એ વિચાર સાથે અમે આગળ વધ્યાં. સામાન્ય રીતે ફૂલોની સારવાર ઇમોશનલ, મેન્ટલ લેવલે કામ આપે છે પરંતુ અમારી દવા શારીરિક સ્તરથી લઈને જીવિત કે નિર્જીવ વસ્તુઓમાં પણ કામ આપે છે. તમારા શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય અને અન્ય કોઈ એલોપથી સારવારથી શક્ય નથી તેવા દુખાવાને હું માત્ર બે મિનિટમાં ઓછો કરી આપીશ.”
અતુલભાઈએ ફૂલોની ઊર્જાનો ઉપયોગ કરીને પદાર્થોના સ્વભાવને સુધારી આપતાં સાધનો બનાવ્યાં છે. જેમ કે, તેમનું બનાવેલું પૅન્ડન્ટ સિગારેટ, દારૂની નજીક અમુક સેકન્ડ સુધી રાખવાથી આ વસ્તુઓનો ટેસ્ટ સાવ ફિક્કો પડી જાય છે.
હવે દરિયો મીઠો કરવાના ઓરતા
તમારી પાસે રહેલી ક્ષારયુક્ત પાણીની બોટલને અડ્યા વગર ડૉ.અતુલ શાહના માદળિયામાં રહેલી ફૂલોની ઊર્જા વાપરી મીઠું પાણી બનાવી દે છે. અત્યારે તેઓ ફૂલોની ઊર્જાથી દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટની સૌથી સકારાત્મક બાબત એ છે કે તેમાં ખાસ વીજળી વપરાતી નથી. તેઓ કહે છે, “આ પ્રોજેક્ટમાં અમને થોડી સફળતા પણ મળી છે. અમારી પરિકલ્પના પ્રમાણે ધારો કે અમદાવાદમાં દરિયાઈ પાણીની લાઇન નખાય તો તેમાંથી મીઠંુ પાણી બનાવીને આખા અમદાવાદને પૂરું પાડવા માટે બહુ વિશાળ પ્લાન્ટની જરૃર નહીં પડે. આ પ્લાન્ટ વીજળી વગરનો હશે, માત્ર ટાંકીમાં પાણી પહોંચાડવા પૂરતી વીજળીની જરૂર પડશે. બધું સમુંસૂતરું પાર પડશે તો હું ખારા પાણીમાંથી ૨૫ પૈસાના ખર્ચે ૧ લિટર મીઠું પાણી બનાવી શકીશ.”
આ પ્રોજેક્ટમાં કયો સિદ્ધાંત કામ કરે છે? તેવા સવાલના જવાબમાં ડૉ શાહ કહે છે, “અત્યારે દુનિયામાં કેઓટિક પેટર્ન છે. લોકો ધ્યેયહીન અવસ્થામાં અહીંતહીં ભટકે છે, જેથી ખાનખરાબી થાય છે. તેના બદલે જો કોહરન્ટ પેટન્ટ હોય તો બધું સરળ થઈ જાય, ગુણધર્મો બદલાઈ જાય. આ વાતને ઉદાહરણથી સમજાવીએ તો, માનો કે એક રૃમ લોકોથી ભરેલો છે અને યોગ્ય દિશા, દોરવણીના અભાવે બહાર નીકળવા માટે બધા ધક્કામુક્કી કરે તો અકસ્માત-અવ્યવસ્થા સર્જાય અને બધાને બહાર નીકળવામાં મોડું પણ થાય. કોહરન્ટ પેટર્નમાં બધા લાઇનમાં ઊભા રહીને ઈજા વગર, જલદી બહાર નીકળી શકે. એવી રીતે મોલેક્યુલ કોહરન્ટ કરતાં આખા સિદ્ધાંતો બદલાઈ જાય છે. અમે અમારી સારવારમાં નેનો-ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે.”
ફૂલોને તોડ્યા વગર ફૂલોની શક્તિની દવા
ફૂલોની ઊર્જાની દવાની બનાવટમાં ફૂલોની ઊર્જા સિવાય મુખ્યત્વે પાણી હોય છે અને પ્રિઝર્વેટિવ તરીકે બ્રાન્ડી, વિનેગાર, ગ્લિસરીન હોય છે. તેમાં કોઈ રાસાયણિક પદાર્થ ન હોવાથી તેને એલોપથી, આયુર્વેદ, હર્બલ, હોમિયોપથી કે યુનાની દવાની જેમ કોઈ શ્રેણીમાં મૂકી શકાય તેમ નથી. ડૉ. શાહ કહે છે, “ફૂલોને તોડ્યા વગર ફૂલોની શક્તિની દવા બનાવનારા અમે દુનિયામાં પ્રથમ છીએ.”
“મારી પાસે ૧૯૯૨માં એઇડ્સનો દર્દી સારવાર માટે આવ્યો હતો અને હજુય તે જીવિત અને હરતોફરતો છે. ઘણાં અસાધ્ય દર્દોને મેં હટાવ્યાં છે. ૧૯૯૧માં મારી પાસે ઘાટકોપરથી કેન્સરના ૪-એ સ્ટેજની મહિલા દર્દીને તેમના પતિ લઈને આવ્યા હતા અને મારી સારવાર પછી તે ૧૪ વર્ષ જીવ્યાં હતાં. લકવા, ડાયાબિટીસમાં પણ અમને થોડી સફળતા મળતી થઈ.”
તમારી સારવાર સસ્તી છે કે મોંઘી? તેવા પ્રશ્નના જવાબમાં ડૉ. શાહ કહે છે, “સસ્તી પણ છે અને મોંઘી પણ. મારી સસ્તામાં સસ્તી દવા ૧૫૦ રૃપિયા પ્રતિ મહિનો છે. માથાનો દુખાવો વગેરે જેવાં સામાન્ય દર્દો માટે મળતી ૧૫૦ રૃપિયાની દવા બે વર્ષ દરમિયાન ગમે ત્યારે વાપરી શકાય છે. અને કેન્સર જેવાં અસાધ્ય અને જટિલ દર્દોમાં વપરાતી મોંઘી દવા પાછળ મહિને ૫૦,૦૦૦ રૃપિયા સુધી ખર્ચ થાય છે.”
શાહ દંપતીએ ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, યુએસએ, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતમાં ફ્લાવર રેમેડિઝ કોન્ફરન્સમાં લેક્ચર આપ્યાં છે. તેઓ કહે છે, “હું એલોપથી પદ્ધતિથી નિદાન કરું છું. પછી તેનું અર્થઘટન આયુર્વેદિક વાત, પિત્ત અને કફના સિદ્ધાંત પર કરું કે ચીનની સારવાર પદ્ધતિ પ્રમાણે કરું છું. અમે પેઇન્ટમાં નાખીને વાપરવાની શાંતિ, ક્રિએટિવિટી તથા પાચન માટેની દવાઓ પણ બનાવી છે. આ દવામિશ્રિત પેઇન્ટથી રૃમની દીવાલો ધોળાવતા પાંચ વર્ષ સુધી તે દવાની અસર રહે છે.”
રસસિદ્ધિના જાણકાર પ્રેમજીભાઈ દાફડા
રસસિદ્ધિના જાણકાર ભાવનગર ઢસાના પ્રેમજીભાઈ દાફડા આસપાસના પંથકમાં ભગત બાપુ તરીકે ઓળખાય છે. તેઓ ડાયાબિટીસની સારવારમાં રસવિદ્યાનો ઉપયોગ કરે છે અને ઘણા પ્રસિદ્ધ જૈનાચાર્યો પણ તેમની પાસેથી દવા લે છે. પ્રેમજીભાઈએ ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યમંત્રીના ભાઈનાં દીકરીને લિવરનું કેન્સર મટાડ્યું હતું. તેઓ કહે છે, “મારી એક રૃપિયાની દવાથી ઝેરી કમળો ચોથા દિવસે મટી જાય. રસવિદ્યાથી મેં ઘણાંને કેન્સર મટાડ્યું છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષથી આ કામ મેં બંધ કર્યું છે, કારણ કે એક માણસને કેન્સર મટાડવું હોય તો એક મહિનાના પાંચ ગ્રામ લેખે પાંચ મહિનાની સારવારમાં ઓછામાં ઓછું ૨૫ ગ્રામ સોનું જોઈએ. મારો બેઝ વ્યવસાયિક નથી. ૩ હજાર રૃપિયા સોનાનો ભાવ હતો ત્યારે મેં આવી સારવાર ઘણી કરી. પણ હવે આટલા મોંઘા ભાવના સોનામાં અમારી ગણતરી બાપુમાંથી મદારીમાં થઈ જાય એટલે ૧૦ વર્ષથી સારવાર છોડી દીધી છે.”
૧૫ વર્ષની ઉંમરે ગીરનારમાં એક સિદ્ધકના સાંનિધ્યમાં ૫૦ વર્ષ મહેનત કરીને પ્રેમજીભાઈએ આ વિદ્યા સિદ્ધ કરી છે. તેમણે કાષ્ઠ ઔષધીનો ૨૦ વર્ષ અભ્યાસ કર્યો છે. તેઓ એક કિસ્સો વર્ણવતાં કહે છે, “એક સ્નેહીને ૪૬૦ ડાયાબિટીસ આવતો હતો, પગ સડી ગયો હોઈ સિવિલમાં દાખલ કરવા પડ્યા જ્યાં સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પ્રભાકરે પગ કાપવાની ભલામણ કરી, પરંતુ મેં પગ કાપવાની ના પાડી. ડૉ. પ્રભાકરે દલીલો કરીને મારી સારવારને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ધોરણે અમાન્ય ગણાવી, પરંતુ મેં ૧ મહિનામાં પગ સાજો કરી દીધો. અલબત્ત, દવા ૬ મહિના લેવી પડી હતી.”
જોકે પ્રેમજીભાઈ અવળવાણી બોલતાં કહે છે કે, “કાષ્ઠ ઔષધીઓ હવે કામ કરશે નહીં, કેમ કે આપણને ખબર પણ નથી એ રીતે આપણું શરીર ૨૫-૩૦ ટકા ઝેરી થઈ ગયું છે અને ૨૦૨૫માં આપણા શરીરમાં ૫૦ ટકા ઝેર ભળી જશે. આ સ્થિતિમાં કાષ્ઠ ઔષધી કામ ન આપે.”
પ્રેમજીભાઈ જંગલો ખૂંદવા દરમિયાન ઘણી દુર્લભ વનસ્પતિઓના સંપર્કમાં આવ્યા છે. તેમના કહેવા મુજબ તેઓ એવી વનસ્પતિઓને પણ ઓળખે છે કે જે ઘરે રાખવાથી ઘરની આસપાસના અમુક વિસ્તાર સુધી સર્પ, વીંછી, સિંહ કે દીપડો ન આવે. એક વનસ્પતિનો રસ લગાડો તો ગમે તેટલો ઝેરી વીંછીનો ડંખ પણ ઊતરી જાય અને તે વીંછી મરી જાય. એક વનસ્પતિના ટુકડાની માળા પહેરીને તમે જંગલમાં ગમે ત્યાં સૂઈ જાવ તો તમારી પાસે સર્પ ન આવે. એક વનસ્પતિનું મૂળિયું ધારણ કરવાથી સિંહ પણ પાછો વળી જાય છે. અમુક વનસ્પતિ સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે છે. અતિશયોક્તિ લાગતી આવી વાતો અંગે ખુલાસો કરતા પ્રેમજીભાઈ કહે છે કે મારી બધી વાતો પ્રેક્ટિકલ છે, હું કોઈ ઉડાઉ વાત કરતો નથી.”
રસરાજ મહોદધિ તુલસીશ્યામથી મળી
એક તકલીફ ભર્યો અનુભવ વર્ણવતાં તેઓ કહે છે, “૧૯૭૨માં રસરાજ મહોદધિ ગ્રંથમાં કાયાકલ્પના પ્રયોગમાં લખ્યુ છે કે કુંજરિયા કંદ નામની વનસ્પતિનો પાઉડર લેવાથી આ દેહ નવો બને. ૧૯૭૨થી ૨૦૧૪ સુધીમાં મેં લાખો પાનાં ઉથલાવી જોયાં, હજારો સાધુ અને વૈદ્યો-હકીમોને મળવા છતાં ક્યાંય આ વનસ્પતિની ભાળ ન મળી. આખરે એ વનસ્પતિ મને તુલસીશ્યામનાં જંગલોમાંથી મળી છે.”
જ્યોતિ મતિ ન પકડાઈ
જ્યોતિ મતિ નામની વનસ્પતિનું ગુજરાતી માલકાંગણી થાય છે. એક ગ્રંથમાં જ્યોતિ મતિ વનસ્પતિ ગીરનારમાં થતી હોવાનું લખ્યંુ છે અને તેને સંજીવની ગણાવી છે. પ્રેમજીભાઈ કહે છે, “સંજીવની વનસ્પતિની શોધમાં અમે ગીરનાર ગયા જ્યાં મરક્યુરી લાઇટ જેવી પ્રકાશિત વનસ્પતિ જોવા મળી. એવી પ્રકાશિત વનસ્પતિ કે ઘોર અંધકારમાં વનસ્પતિના પ્રકાશ થકી એકબીજાના ચહેરા જોઈ શકાય. અમે રાત્રે બે વાગ્યે આ વનસ્પતિને જોઈ. ટોર્ચની લાઇટ કરીએ તો તેના અજવાળામાં વનસ્પતિનો પ્રકાશ ઢંકાઈ જાય અને ટોર્ચ વગર લેવા જઈએ તો હાથમાં ઘાસ આવે. અમે ત્રણ કલાક મહેનત કરી પણ વનસ્પતિ મળી નહીં. પછી બીજા-ત્રીજા એમ સાત દિવસ સુધી ગયા પણ એ સ્વયંપ્રકાશિત સંજીવની પછી જોવા મળી નહીં.”
સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલી વનસ્પતિ અંગે વાત કરતા પ્રેમજીભાઈ કહે છે, “મેં કુકડવેલનો તમામ રોગની સારવારમાં બહુ ઉપયોગ કર્યો છે. તેનો સૌથી વધુ ઉપયોગ ગુદાદ્વારના રોગ, કોઢ અને કમળો મટાડવા માટે થાય છે. ગળાથી ઉપરનાં દર્દો માટે વિશ્વમાં સૌથી અકસીર દવા ત્રિફળા છે. ત્રિફળા આંખ માટે પણ ઉત્તમ છે. જોકે એ આજે કોઈને બનાવતા આવડતું નથી. આંબળાંને લીલા ખમણીને સૂકવવાં પડે અને સાદાં નહીં પણ સોનહરડે લેવાં પડે. આજે ત્રિફળા ત્રણેય સરખી માત્રામાં લઈને બનાવાય છે. વાસ્તવમાં એક હરડે, બે બહેડાં અને ત્રણ આંબળાં એવું પ્રમાણ છે.”
નવી પેઢીને તંદુરસ્ત રહેવા માટે પ્રેમજીભાઈનો સંદેશ છે, “જગતમાં શરીર એ કોહીનૂર હીરાની ખાણ છે. શરીર સારું રાખવા માટે દવા અને રસાયણોવાળો ખોરાક લેવો નહીં. વર્તમાન સમયમાં કોબીજ, ફ્લાવર, ઘી અને દૂધ બને તેટલાં ઓછાં લેવાં અને બને ત્યાં સુધી બજારનું ખાવંુ નહીં. ધનવંતરિ ભગવાનનો દર ૬ કલાકનો જમવાનો નિયમ છે તેના બદલે અત્યારે દર બે કલાકે આ શરીરને કંઈક આરોગવા જોઈએ છે. જમ્યા પછી પણ અડધો કલાક બાદ જ પાણી પીવું જોઈએ.”
ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં આવા ઘણા ઉપચારકો છે, જેમના વનસ્પતિ વૈવિધ્ય અંગેના જ્ઞાન સામે સાયન્સે પણ મોંમાં આંગળા નાખી જવા પડે છે. જોકે જાણકારીના અભાવે લોકો આવી સારવાર સુધી પહોંચી શકતા નથી. એલોપથીની જેમ જો આવા વૈદ્ય-ઉપચારકોને પણ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો ગંભીર અને અસાધ્ય રોગ કે બીમારીઓમાં તેમનું જ્ઞાન ચોક્કસપણે લેખે લાગે.
Wednesday, 12 October 2016
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Written Exam Call Letter, 2016
GSSSB Published an Important notification for Bin Sachivalay Clerk and Office Assistant Recruitment 2016.
Exam on : 16-10-2016
Download call Leter date : 01-10-2016 to 16-10-2016
Download Bin Sachivalay Clerk and Office Assistant Call Latter
View official notification hear
Thanks for Visit...
Kamlesh Rathva
98799 06701
Sunday, 9 October 2016
Tuesday, 9 August 2016
World Indigenous Day 9 August
વડોદરામાં આદિવાસી દિન ની ભવ્ય ઉજવણી
(ફોટો :- રોયલ રાઠવા ગ્રુપ - જય એકલવ્ય ફોઉન્ડેશન )
9 ઓગસ્ટ ને યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે 23 ડિસેમ્બર 1994 ના દિવસે જાહેર કરવામાં હતો , ત્યાર થી 9 ઑગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવે છે.
વડોદરા માં પણ આ વર્ષે આજે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પરંપરાગત ભાતીગળ વસ્ત્રો માં સજ્જ આદિવાસી યુવક યુવતીઓ એ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. નાગરિકો પણ આ રેલી જોવા માટે ઉભા રહી ગયા હતા.
વડોદરા ખાતે મોટી સંખિયામાં આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને આદિવાસી ની પહેચાન એવા તિર કામઠા સાથે ઉમટીયા હતા , આજનો દિવસ આદિવાસિયો માટે દિવાળી થી ઓછો નથી.
આ રેલીમાં વડોદરા ઉપરાંત છોટા ઉદેપુર , પંચમહાલ ,દાહોદ ,ગોધરા ,ભરૂચ થી મોટી સંખ્યા માં ભાગ લેવા પધારિયા હતા.
આ રેલી વડોદરા સોમા તળાવ થી નીકળી ડભોઇ રોડ ફરી હતી.
આ રેલી ને સફળ બનાવવા જય એકલવ્ય ફોઉન્ડેશન, સમસ્ત આદિવાસી એકતા મંચ ,વડોદરા વસાવા સમાજ ,ગામીત સમાજ ,વડોદરા જિલ્લા આદિવાસી પ્રજા સંઘ ,સમસ્ત વસાવા સમાજ (ગુજરાત) ઘોડિયા પટેલ સમાજ , વનરાજી વિકાસ મંચ ,સમસ્ત રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ તેમજ અન્ય સંસ્થાઓ એ એક મંચ નીચે આ ભવ્ય આયોજન કર્યું હતું..
લી.
કમલેશ રાઠવા
9879906701
Friday, 5 August 2016
આદિવાસી સમાજ નું ગૌરવ પ્રેમિલાબેન બારીયા #PREMILABEN BARIYA
આદિવાસી સમાજ નું ગૌરવ પ્રેમિલાબેન બારીયા..
આજે ફરી એકવાર પંચમહાલ જિલ્લાના ઘોઘબા તાલુકા ના બોર ગામનું અને આદિવાસી સમાજ નું નામ દેશ અને દુનિયામાં લેવાયું છે , તેનો શ્રેય જાય છે... આપડા આદિવાસી સમાજ ની દીકરી પ્રેમિલાબેન બારીયા ને.
સાઉથ કોરિયામાં યોજાયેલ ઇન્ટરનેશનલ આર્ચરી (તીરંદાજી) ઇવેન્ટ માં ભારત નું પ્રતિનિધિત્વ કરીને સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતનાર આદિવાસી સમાજની દીકરી પ્રેમિલાબેન બારીયા દેશ અને રાજ્ય તેમજ પોતાના ગામ અને માતા પિતા નું નામ રોશન કરિયું છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘબા તાલુકા ના બોર ગામની અને આદિવાસી સમાજ ની દીકરી પ્રેમિલાબેન બારીયા ને ખુબ ખુબ અભિનંદન અને આમજ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી પ્રભુ પાસે પ્રાથના...
જય આદિવાસી
કમલેશ રાઠવા
Saturday, 9 July 2016
અગ્ર મુખ્ય સંરક્ષક ની કચેરી
ગુજરાત રાજયમાં વન વિભાગના જુદા જુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓ માં વનસંરક્ષક સંવર્ગ 3 ની અંદાજિત 1484 જગ્યા ઓ માટે સીધી ભરતી થી ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે વધારે માહિતી માટે નીચેની લિન્ક પર ક્લીક કરો
https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/FOREST_201617_1.pdf
https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/FOREST_201617_1.pdf
અગત્ય ની તારીખો :
ફોર્મ ભરવાની તારીખો : 11-07-2016 થી 02-08-2016 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો
Tuesday, 28 June 2016
ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ની સીધી ભરતી
ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ની સીધી ભરતી
ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત પોલીસ દળમાં હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલ , લોકરક્ષક (મહિલા, પુરુષ), એસ,આર.પી કોન્સ્ટેબલ (પુરુષ), જેલ સિપાહી (મહિલા / મેટ્રન) , વર્ગ 3 સંવર્ગ ની નીચે મુજબની કુલ 17532 ખાલી જગ્યાઓ સીધી ભરતી થી માટે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે..
જગ્યાનું નામ ને સંખ્યાં
બિન હથિયારી કોન્સ્ટેબલ(પુરુષ) : 7571
બિન હથિયારી કોન્સ્ટેબલ (મહિલા) : 3729
હથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક (પુરુષ) : 1139
હથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક (મહિલા) : 561
એસ,આર.પી કોન્સ્ટેબલ (પુરુષ) : 3780
જેલ સિપાહી (પુરુષ) : 700
જેલ સિપાહી (મહિલા / મેટ્રન) : 52
કુલ : 17532
ઈચ્છા ધરાવતા ઉમેદવારો તા. 07-07-2016 થી તા. 30-07-2016 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે
શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય નિયમો વાંચવા માટે અહીં ક્લીક કરો https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/88i6M7kt_LRB-201617-1.pdf
આભાર
કમલેશ રાઠવા
Friday, 3 June 2016
Tuesday, 31 May 2016
GSSSB Recruitment 2016 for 2522 Bin Sachivalay Clerk & 427 Office Assistant
GSSSB published notification for recruitment for 2522 BIN SACHIVALAY CLERK & 427 OFFICE ASSISTANT posts in various department. for more information about vacancy you can view official notification by this link..
Name of posts :
Bin sachivalay Clerk : 2522 Posts
Office Assistant : 427 posts
Education Qualification :
12th Passed or Equivalent
Age Limit : 18 to 33 year (as on 10/05/2016)
Process of selection : Selection will be based on competitive exam and computer proficiency test.
Important Notification :
Thanks for visit
Kamlesh Rathva






























