Tuesday 9 August 2016

World Indigenous Day 9 August

 વડોદરામાં આદિવાસી દિન ની ભવ્ય ઉજવણી 

(ફોટો :- રોયલ રાઠવા ગ્રુપ - જય એકલવ્ય ફોઉન્ડેશન )


                    9 ઓગસ્ટ ને યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે 23 ડિસેમ્બર 1994 ના દિવસે જાહેર કરવામાં હતો , ત્યાર થી 9 ઑગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવે છે.
                   વડોદરા માં પણ આ વર્ષે આજે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
                 જેમાં પરંપરાગત ભાતીગળ  વસ્ત્રો માં સજ્જ આદિવાસી યુવક યુવતીઓ એ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. નાગરિકો પણ આ રેલી જોવા માટે ઉભા રહી ગયા હતા.
                  વડોદરા ખાતે મોટી સંખિયામાં આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને આદિવાસી ની પહેચાન એવા તિર કામઠા સાથે ઉમટીયા હતા , આજનો દિવસ આદિવાસિયો માટે દિવાળી થી ઓછો નથી.
               આ રેલીમાં વડોદરા ઉપરાંત છોટા ઉદેપુર , પંચમહાલ ,દાહોદ ,ગોધરા ,ભરૂચ થી મોટી સંખ્યા માં ભાગ લેવા પધારિયા હતા.
આ રેલી વડોદરા સોમા તળાવ થી નીકળી ડભોઇ રોડ ફરી હતી.
             આ રેલી ને સફળ બનાવવા જય એકલવ્ય ફોઉન્ડેશન, સમસ્ત આદિવાસી એકતા મંચ ,વડોદરા વસાવા સમાજ ,ગામીત સમાજ ,વડોદરા જિલ્લા આદિવાસી પ્રજા સંઘ ,સમસ્ત વસાવા સમાજ (ગુજરાત) ઘોડિયા પટેલ સમાજ , વનરાજી વિકાસ મંચ ,સમસ્ત રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ તેમજ અન્ય સંસ્થાઓ એ એક મંચ નીચે આ ભવ્ય આયોજન કર્યું  હતું..

લી.
કમલેશ રાઠવા 
9879906701

0 comments:

Post a Comment

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More